લીલીયા મોટા આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર - At This Time

લીલીયા મોટા આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર


લીલીયા મોટા ના આશા વર્કર બહેનો દ્વારા પડતર માંગણીઓ સ્વીકારવા બાબત ઘટતું કરવા અંગે આજરોજ લીલીયા મોટા મામલતદાર દેસાઈ તેમજ T.H.O સિદ્ધપુરા ને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવેલ કે અમે આશા વર્કર બહેનો, લીલીયા તાલુકામાં આશા વર્કર તરીકે ફરજ બજાવીએ છીએ અમારી માંગણી છે કે અમારી ફરજ નો સમય નક્કી કરવો અમારો ફિક્સ પગાર નક્કી કરવો સગર્ભા માતાની કામગીરીમાં એ.પી.એલ અને બી.પી.એલ કાર્ડનો ભેદભાવ દૂર કરી થયેલ કામગીરીનું પૂરતું વેતન આપવું 0 થી 5 વર્ષના બાળકનું રસીકરણ બંધ થયેલ છે તે ફરીથી વેતન શરૂ કરવું વાડી વિસ્તારમાં સર્વે દરમિયાન જવાબદાર કર્મચારીઓને સાથે રહેવા હુકમ કરવો માતા અને બાળકનું કોઈ કારણોસર અવસાન થાય તેની સઘળી જવાબદારી જવાબદાર કર્મચારીની જગ્યાએ આશા વર્કરો પર જવાબદારી થોપી દેવામાં આવે છે જોખમી સગર્ભા ની બે વિઝીટનું વેતન ફરી શરૂ કરવા યોગ્ય કરશો તેવી માંગ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ને મારફત મામલતદાર દ્વારા કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.