ધંધુકા રેલ્વે દ્વારા રાણપુર રોડ અને અમદાવાદ હાઇવે પરના અનેક દબાણો દૂર કરાયા - At This Time

ધંધુકા રેલ્વે દ્વારા રાણપુર રોડ અને અમદાવાદ હાઇવે પરના અનેક દબાણો દૂર કરાયા


ધંધૂકા રેલ્વે દ્વારા ૬૫ ઝૂંપડાં, ૨૫ નાની મોટી દુકાનોનાં દબાણ હટાવવામાં આવ્યાં

રાણપુર રોડ અને અમદાવાદ હાઇવે પરના અનેક દબાણો દૂર કરાયા

રેલ્વે પોલીસ, જીસીબી મશીન અને અન્ય કાફ્લા સાથે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરાઈ

ધંધુકા રેલ્વે ની હદમાં રેલ્વે તંત્ર દ્વારા મોટું દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વે તંત્ર નો મસમોટો કાફલો જીસીબી મશીનો સાથે જોડાયો હતો.૬૫ ઉપરાંત ઝુંપડા,૨૫ ઉપરાંત નાના મોટા લારી ગલ્લા અને દુકાનો હટાવવામાં આવ્યા હતા. ધંધુકા શહેર ના રાણપુર રોડ અને અમદાવાદ હાઇવે પર આવતી રેલ્વે ની હદ માં જે દબાણો હતા તેને હટાવવા ની મોટી ઝુંબેશ રેલ્વે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. દબાણ ઝુંબેશ માં રેલ્વે પોલીસ, મહિલા પોલીસ સાથે મસ મોટો કાફલો દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયો હતો. રાણપુર રોડ પર ફાટક નજીક તથા પાણી પુરવઠા કચેરી ની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીના દબાણો હટાવાયા હતા. ફાટક પાસે ના લારી ગલ્લા, ગેરેજ કાચી દુકાનો ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો પાણી પુરવઠા કચેરી નજીક આવેલ ઝૂંપડપટ્ટી ના ૬૫ ઉપરાંત ઝૂંપડાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદ હાઈવે પર આવેલા લારી ગલ્લા પણ હટાવી દેવામાં આવ્યા હતા. રેલ્વે સ્ટેશન તંત્ર દ્વારા રેલ્વે ની હદ માં કરાયેલા ૨૫ ઉપરાંત

ધંધાદારી દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. રેલ્વે વિભાગ ની અચાનક કરાયેલી દબાણ હટાવવાની ઝુંબેશ થી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ધંધુકા રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે ની જગ્યામાં થયેલા તમામ દબાણો દૂર કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.