જસદણમાં ધાવડીમાં ડેમ સ્વખર્ચે ઊંડો ઉતારવાનુ, કામ શરૂ કરાવતા મંત્રી બાવળીયા, ભાયાણીની રજૂઆતને સફળતા મળતા ખૅડુતૉ દ્વારા આવકાર - At This Time

જસદણમાં ધાવડીમાં ડેમ સ્વખર્ચે ઊંડો ઉતારવાનુ, કામ શરૂ કરાવતા મંત્રી બાવળીયા, ભાયાણીની રજૂઆતને સફળતા મળતા ખૅડુતૉ દ્વારા આવકાર


જસદણ શહેરના ગોખલાણા રોડ આડી ભાદર ઉપર આવેલ ધાવડી માતા ડેમ ઊંડો ઉતારવા તથા તેમાં જમા થયેલ કાપ મોરમ ટાચ ખેડૂતોને સ્વખર્ચે પોતાના વાડી ખેતરમાં આપવા જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી રજૂઆત ને પગલે મંત્રી બાવળીયા એ પંચાયત પૅટા સિંચાઈ વિભાગને મંજૂરી આપવા સૂચના આપેલ જેથી ઈજનેરૅ તુરંત મંજૂરી આપતા ડૅમ ઉકેરવાનું શરૂ કરવામાં આવ્યું છે ડેમ ઊંડો થવાથી સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે આથી આજુબાજુના ખેડૂતોના કુવા બોરના તળ ઊંચા આવશે અને જે ખેડૂતોને ટાચ મોરમ ગાળ પોતાના ખેતરમાં નાખવા માટે ઉપયોગમાં લેવો હોય તે માત્ર જીસીબી નું ભાડું આપીને ફ્રી ઓફ લઈ જઈ શકે છે ઉપરાંત સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે આ મોરમ ટાચ ખેડૂતો પોતાના ખેતરમાં જ લઈ જઈ શકશે તેનું વેચાણ કરવામાં આવશે નહીં જૉ વેચાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેમ પત્રમાં જણાવેલ છે આ તકે પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી પૂર્વ કોર્પોરેટર કેતનભાઇ લાડોલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા, યશવંતભાઇ ઢૉલરિયા, હરેશભાઈ હિરપરા, શૈલૅષભાઇ ભરવાડ ડૅરી વાળા, ખેડૂત અગ્રણી જાદવભાઈ માળવીયા સહિતના આગેવાનો ધાવડી માતા ડેમની રૂબરૂ મુલાકાત કરી શ્રી ફળ ચડાવી નૅ શરૂઆત કરાવી હતી આ તકે આ વિસ્તારના ખેડૂતૉ વતી ઉપરોક્ત આગેવાનોએ મંત્રી કુવરજીભાઈ બાવળિયા નો આભાર પ્રગટ કર્યો હતો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.