ધંધુકા નવ નિર્માણ પામેલા રેલ્વે ઓવરબ્રિજ ની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા પાલિકાના કોર્પોરેટર ની લેખિત રજૂઆત - At This Time

ધંધુકા નવ નિર્માણ પામેલા રેલ્વે ઓવરબ્રિજ ની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા પાલિકાના કોર્પોરેટર ની લેખિત રજૂઆત


ધંધુકા નવ નિર્માણ પામેલા રેલ્વે ઓવરબ્રિજ ની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા પાલિકાના કોર્પોરેટર ની લેખિત રજૂઆત

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા રેલવે ઓવરબ્રિજ ની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકા ના કોર્પોરેટર ભદુભાઈ અગ્રાવત દ્વારા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ધંધુકા નવા રેલ્વે ઓવરબ્રિજ ની એક તરફ લીંબડી રોડ આવેલો છે તેથી અહીં વળાંક મા ચડતા ઉતરતા વાહનો માટે અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવીજ રીતે બ્રિજ ના બીજા છેડે પુનિત બાગ આવેલો છે અને તેની સામે રેલ્વે સ્ટેશન આવેલું છે એટલું જ નહીં અહીં બાજુમાં નાયબ કલેકટર અને મામલતદાર કચેરી પણ આવેલી છે તેથી લોકો ની અવર જવર વધારે પ્રમાણમાં જોવા મળે છે તેમજ બ્રિજની નીચે સતવારા સોસાયટી તરફ જવાનો મુખ્ય માર્ગ પણ આવેલો છે તેથી બ્રિજ પરથી પસાર થતા વાહનો ઓવર સ્પીડ માં હોય છે તેથી બ્રિજ ની બંને તરફ રોડ ક્રોસ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમા અકસ્માત થવાની દહેશત સતાવી રહી છે.તેથી આ અંગે વહેલી તકે બ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકા ના કોર્પોરેટર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image