ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી મૃતક દીકરીને કોડીનાર આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી
ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ આખરે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું તેના અનુસંધાને કોડીનાર આમ આદમી પાર્ટી દ્વારા મુતક દીકરીને કોડીનાર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી ગૃહ મંત્રી રાજીનામું આપે તેવી પણ માંગણી કરી હતી
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786
+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.