ઝાલાવાડ પંથકમાં ગુરૂપુર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી
- ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કિસકો લાગુ પાય- ભાવિકોએ ગુરૂવંદના અને ગુરૂપૂજન કરી ધન્યતા અનુભવી : મંદિરો, આશ્રમ અને ગુરૂકુળમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયાસુરેન્દ્રનગર : સુરેન્દ્નગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં ગુરૂપુર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ ગુરૂવંદના અને ગુરૂપૂજન કરી ધન્યતા અનુભવી હતી. જીલ્લાના વિવિધ મંદિરોમાં ગુરૂપુર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતાં. ઝાલાવાડ પંથકમાં બુધવારે ગુરૂપુનમે ભાવિકો દ્વારા ગુરૂવંદના સાથે આસ્થાભેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દુધરેજ વડવાળા દિરે ભવ્ય મહોત્સવ યોજાયો હતો. દેવને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર ઉપર તેમજ સમાધીએ ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. દુધરેજધામના મહંત કનીરામજી બાપૂ તથા કોઠારી મુકુંદરામ બાપૂએ ભકતોને આશિર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે સરદારસંઘમાં, ધ્રાંગધ્રાના ગુરૂકુળ સ્વામીનારાયણ મંદિર, રામ મહેલ, સાયલા લાલજી મહારાજની જગ્યા લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ-મોટા મંદિર, કોઠારીયા અન્નક્ષેત્ર આશ્રમ, જીલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનકો, મંદિરો ખાતે ગુરૂપુર્ણિમાની ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લાની વિવિધ શાળાઓમાં પણ ગુરૂપુર્ણિમા ઉજવાઈ હતી. વિદ્યાર્થીઓ-શિક્ષકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર સમૂહપ્રસાદ-ભંડારાના આયોજનો થયા હતા. ગુરૂપૂજન,અર્ચન, ભજન-કિર્તન અને મહાઆરતીના આયોજનોથી ધાર્મિક માહોલ છવાયો હતો. ગુરૂને વંદન કરવા મંદિર-આશ્રમોમાં શિષ્યોનો ધસારો જોવા મળ્યો હતો. લખતર ખાતેના નારાયણની દેરી, રામ મહેલ, નાના રામજીમંદિર, કબીર ટેકરી, જગદીશ આશ્રમ, ગેથળા હનુમાન, ચરમાળીયા દાદાની દેરી, સહિતના ધર્મસ્થાનો ખાતે ગુરૂપુર્ણિમા પર્વ ભારે ભક્તિભાવ સાથે ઉજવાયુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.