ગણતરીની કલાકોમાં જ રીક્ષામાં ભુલી ગયેલ બેગ તથા મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર ઇ.ચા.પોલીસ અધિક્ષક એ.એ.સૈયદનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી બોટાદ નેત્રમ દ્વારા કરાવવામાં આવી રહેલ છે.
તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૨૮/૦૫/૨૦૨૪ના બપોરના ક.૧૨/૪૫ થી ક.૧૩/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર જીલ્લા કોર્ટ બોટાદથી રીક્ષામાં બેસી ટાવર રોડ ખાતે ઉતરતા પોતાનું બેગ તથા બેગમાં રહેલ મોબાઈલ રીક્ષામાં ભુલી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-23-AU-4068 મેળવી ટેકનિકલ એનાલિસિસથી રીક્ષા ચાલકની ગણતરીની કલાકોમાં જ શોધ કરી અરજદારને બેગ પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, અરજદારને પોતાનું બેગ તથા મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.