મુંબઈમાં 2 પૂજારીઓ ઉપર ઘાતક હુમલો થયો:દાવોઃ પૂજા કરીને પાછા ફરી રહેલાં પૂજારીઓ ઉપર વિરોધી તત્વો લાકડીઓ વડે તૂટી પડ્યા, જાણો વાઇરલ વીડિયોનું સત્ય - At This Time

મુંબઈમાં 2 પૂજારીઓ ઉપર ઘાતક હુમલો થયો:દાવોઃ પૂજા કરીને પાછા ફરી રહેલાં પૂજારીઓ ઉપર વિરોધી તત્વો લાકડીઓ વડે તૂટી પડ્યા, જાણો વાઇરલ વીડિયોનું સત્ય


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈથી સામે આવેલા આ વીડિયોમાં કેટલાંક લોકો પૂજારીઓને દોડાવી-દોડાવીને તેમને માર મારી રહ્યા છે. દીપક શર્મા નામના વેરિફાઇડ એક્સ યૂઝરે આ વાઇરલ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું- મુંબઈમાં પૂજારીઓ ઉપર જીવલેણ હુમલો...મુંબઈના કાંદિવલીના લાલજી પાડા એરિયામાં હિન્દુ પૂજારી પૂજા કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે હિન્દુઓને નફરત કરનાર લોકોએ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો...( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: સમાચાર લખાય ત્યાં સુધી દીપક શર્માની આ ટ્વિટને 6700 લોકો લાઇક કરી ચૂક્યા હતા. ત્યાં જ, 5200 વખત આ ટ્વિટને રીપોસ્ટ કરવામાં આવી હતી. એક્સ પર દીપકને 87000થી વધારે લોકો ફોલો કરે છે. આવી જ ટ્વિટ યતિ શર્મા નામની એક્સ યૂઝરે પણ કરી છે જેને તમે નીચે જોઈ શકો છો. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: તપાસ દરમિયાન અમને વોઇસ ફોર હિન્દુ જસ્ટિસ નામના એક્સ અકાઉન્ટની એક ટ્વિટ પણ મળી. આ ટ્વિટમાં લખ્યું હતું, મુંબઈ, કાંદિવલીના લાલજીપાડા વિસ્તારમાં ખુલ્લેઆમ એક પૂજારી પર વિરોધી તત્વોએ જીવલેણ હુમલો કર્યો. હંમેશાંની જેમ હિન્દુ ભીડ મુકદર્શક બનીને પૂજારીઓને માર ખાતા જોઈ રહી હતી. પૂજારી મંદિરમાંથી પૂજા કરીને પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા.( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: વાઇરલ વીડિયોનું સત્ય શું છે?
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે ગૂગલ પર ઓપન સર્ચની મદદ લીધી. તપાસ દરમિયાન અમે અનેક મીડિયા રિપોર્ટ્સ મળ્યા જેમાં આ ઘટના સાથે જોડાયેલી જાણકારી હતી. દૈનિક જાગરણના લેખમાં લખવામાં આવ્યું હતું કે - મુંબઈમાં રાતે પૂજા કરીને પરત ફરી રહેલા બે પૂજારીઓ પર 5 લોકોએ હુમલો કર્યો હતો. આ બંને પૂજારીઓ લાકડીઓ અને છરી વડે હુમલામાં ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે, જેમના નામ પ્રથમ ખિલારે અને છોટુ મણિહાર છે. લેખમાં લખવામાં આવ્યું છે કે પોલીસ આ હુમલા પાછળનું કારણ શોધવામાં અને બાકીના આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. (લેખની આર્કાઇવ લિંક ) જેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂજારીઓને ચોક્કસ ધર્મના લોકો દ્વારા મારવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. પોલીસે પૂજારીઓ પર હુમલાના આરોપમાં પ્રથમ ખિલારે અને છોટુ મણિહાર નામના બે લોકોની ધરપકડ કરી છે. તે જ સમયે, પોલીસ હુમલા પાછળનું કારણ શોધવા અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. ખોટા સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in પર ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.