ધંધુકા અને ધોલેરા ભાલ પ્રદેશમાં ચણાનું મોટા પાયે વાવેતર.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા ભાલ પ્રદેશમાં ચણાનું મોટા પાયે વાવેતર.
ચણા અને ઘઉંના મોટા ઉત્પાદ ની આશા ખેડૂતોમાં બંધાઈ છે.
ધંધુકા ધોલેરા તાલુકામાં ચણા 35235 અને ઘઉં 12220 હેક્ટરમાં વાવેતર નોંધાયું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા ભાલ પ્રદેશમાં મોટા પાયે ચણાનું વાવેતર નોંધાયું છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાની ખેતીવાડી શાળા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ સાલે ખેડૂતો દ્વારા ચણાનું વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું છે જેની સામે ઘઉંનું વાવેતર ખેડૂતોએ ઓછું કર્યું હોવાનું નોંધાયું છે ધંધુકા તાલુકાના 64919 હેક્ટર વાવેતર વિસ્તારમાં 24735 હેક્ટરમાં ચણાનું વાવેતર ઉપરાંત 6065 હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે તેમજ જુવાર 4215 હેક્ટર જીરૂ 1030 હેક્ટર સુવા 260 હેક્ટર્ર ધાણા 385 હેક્ટર શાકભાજી 30 હેક્ટર ઇસબગુલ 13 હેક્ટર વરીયાળી 155 હેક્ટર અને અશ્વગંધા 5 હેક્ટરમાં વાવણી થઈ હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે ધંધુકા તાલુકાના ચોખ્ખા 64919 હેક્ટર વાવેતર વિસ્તારમાં નવેમ્બર 2022 સુધીમાં 37010 હેક્ટરમાં કુલ વાવેતર થયું હોવાનું નોંધાયું છે.
ધોલેરા તાલુકાના 51602 ચોખ્ખા વાવેતર વિસ્તારમાં 10500 હેક્ટરમાં ચણાનું વાવેતર તથા ઘઉંનું 6155 હેક્ટરમાં ઉપરાંત જુવાર 23945 હેક્ટર જીરૂ 1940 હેક્ટર રાઇ 235 હેક્ટર સુવા 17 55 હેક્ટર અને ઇસબગુલ 135 હેક્ટર માં વાવેતર નોંધાયું છે ધોલેરા તાલુકાના 51 602 હેક્ટર ચોખ્ખા વાવેતર વિસ્તારમાં 44665 હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે ઘઉં અને ચણા ના મોટા ઉત્પાદન ની ખેડૂતોમાં આશા બંધાઈ છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.