વાવડી ગામે ખાણખનીજ વિભાગના દરોડા - At This Time

વાવડી ગામે ખાણખનીજ વિભાગના દરોડા


વાવડી ગામે ખાણખનીજ વિભાગના દરોડા

બોટાદ ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા રુદ્રસિહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ગઈકાલે સાંજના સમયે ગઢડા પોલીસ મથકમાં વાવડી ગામના દિનેશ બાબુભાઈ જમોડ, ઉકા નાથાભાઈ ઝાપડિયા, પ્રવિણ બોઘાભાઈ ખીહડીયા, નિલેશ બોઘાભાઈ ખીહડીયા, વિશાલ ભુપતભાઈ જમોડ, બુધા ભુપતભાઈ સાંકળીયા, અજય વિભાભાઈ જમોડ, ભાવેશ વિભાભાઈ જમોડ વિરુદ્ધ ગેરકાયદે બિલ્ડીંગ લાઈમસ્ટોનનું 3853. 44 મેટ્રીક ટનનું ખોદકામ કરી વેચાણ કરી કુલ 20 લાખ રૂપિયાની ખનીજ ચોરી કર્યાનું ગઢડા પોલીસને ફરિયાદ કરતા પોલીસે 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.