લુણાવાડા વિધાનસભાની બેઠક પર 60.60 ટકા મતદાન નોધાયુ
મહિસાગરમાં બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. 5 વાગ્યા સુધીમાં 54.26% મતદાન નોંધાયું છે. લુણાવાડા વિધાનસભામાં સુતારી ગામે 104 વર્ષના કિશોરબા સોલંકીએ પૌત્રોના સહારે મતદાન કર્યું હતુ. 3 વાગ્યા સુધી 48.54 ટકા મતદાન થયુ હતુ. બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ મિતેશભાઈ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા ( બાલાસિનોર) ખાતે પહોંચી મતદાન કર્યું હતું. લુણાવાડા 122 આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવરસિંહ સોલંકીએ મતદાન કર્યું હતુ. સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે હોડીમાં બેસી મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લુણાવાડા ખાનપુર ગામે બેન્ડવાજા સાથે વરરાજા જાન જોડી મતદાન કરવા પહોંચ્યા હતા. બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણે વતન પાડવા ગામેથી મતદાન કર્યું હતુ.1 વાગ્યા સુધીમાં કુલ 29.72% મતદાન નોંધાયુ હતુ. જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં કુલ 17.06% મતદાન નોંધાયુ હતુ. ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે બાલાસિનોરના માળના મુવાડા ગામે મતદાન કર્યું હતુ. બાલાસિનોર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉદેસિંહ ચૌહાણે પોતાના વતન પાલીખંડા બુથે મતદાન કર્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.