મહીસાગર જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો
સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે, આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે ગુજરાતમાં 'સૂર્ય નમસ્કાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવાન્વીત ક્ષણ છે.
આ પ્રસંગે મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધન તેમજ રમત ગમત મંત્રીશ્રીનું ઉદ્બોધન, રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.