આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર બંધ હાલતમાં : દર્દીઓ ધક્કા ખાઇ ખાઈ ને હેરાન પરેશાન
(રિપોર્ટ કરશન બામટા)
આટકોટ કૈલાશ નગરમાં લાખોના ખર્ચે બનેલું આ આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર બંધ હાલતમાં થતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારે લાખોના ખર્ચે બનાવી આપેલું આરોગ્ય કેન્દ્ર અવારનવાર ગ્રાન્ટ અને અનેક બાબતે તમામ કામગીરી બંધ થાય છે. ઓછી ગ્રાન્ટ આવવાના કારણે કામગીરી પણ બંધ થઈ જાય છે. અને લાખોના ખર્ચે બનેલો પી.એચ.સી. ખંડેર હાલતમાં બની જશે. સતત બે વર્ષથી કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ તેમનું બરોબર કામગીરી થતી નથી. એકધારી કામગીરી થાય તો આ દવાખાનાનું લોકાર્પણ ફરીવાર થઈ શકે તેમ છે. જેમાં થોડા સમય પહેલા જ અખબારોમાં સમાચાર આવતા ની સાથે થોડી ગ્રાન્ટ આપતા દવાખાના ફરતા બ્લોક નાખવાની કામગીરી તેમજ પીએમ રૂમ પ્લાસ્ટર નાખવામાં આવ્યું હતું. તેમજ અંદર લાઈટ પંખા ની કામગીરી કરવામાં આવી હતી. હજુ ફર્નિચરની કામગીરી બાકી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લોકોને સારી સુવિધા ક્યારે મળશે જેને લઇ ચર્ચાનો વિષય બની ગયો છે. કોઈ ગામના આગેવાનો રાજકીય લોકો આગળ કેમ આવતા નથી અને આ દવાખાનાની કામગીરીને લઈ ઘણા સવાલો ઉઠ્યા છે. વહેલામાં વહેલી તકે આ દવાખાનુ લોકોને મળે તેવી પણ દર્દીઓ માંગ કરી રહ્યા છે. હાલમાં દવાખાનું નાનું હોય ત્યાં દર્દી સમાતા ન હોય તેમ જ બેસવા માટે પણ સુવિધા ન હોય ત્યારે દર્દી હેરાન પરેશાન થાય છે. લોકો છેક બે કિલોમીટર થી ધક્કા ખાઇ રહ્યાં છે. અને આ દવાખાનું સેન્ટરમાં આવેલું હોય ત્યારે નવું પી.એચ.સી. બન્યું પણ લોકાર્પણ કયારે થશે અને સુવિધા ક્યારે મળશે આ બાબતે કેબિનેટ મંત્રી ધ્યાન આપી અને વહેલીમાં વહેલી તકે આ દવાખાનાની કામગીરી શરૂ કરાવી અને લોકાર્પણ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
