માળીયા હાટીના તાલુકાના જુદા જુદા 5 ગામમાં સર્વ સમાજ વિના મુલ્યે નિદાન કેમ્પ યોજાશે - At This Time

માળીયા હાટીના તાલુકાના જુદા જુદા 5 ગામમાં સર્વ સમાજ વિના મુલ્યે નિદાન કેમ્પ યોજાશે


માળીયા હાટીના તાલુકામાં માળીયા હાટીના, ભંડુરી, માતરવાણીયા, બોળી, ખોરાસા ગામમાં વિના મુલ્યે કડવા પટેલ સમાજ તથા સર્વે સમાજ નિદાન કેમ્પ યોજાશે

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ -સીદસર પ્રેરિત, શ્રી ઉમિયા માતાજી મંદિર -ગાંઠીલા જૂનાગઢ જીલ્લા ઉમિયા પરિવાર સંગઠન સમિતી, કુંડારિયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન રાજકોટ, તથા KPSNA-USA આયોજીત દ્વારા તા. 23/2/23 સવારે 9 થી 12 પટેલ સમાજ માળીયા હાટીના ખાતે, 23/2/23 બપોરના 3 થી 6 ભંડુરી પટેલ સમાજ ખાતે, 24/2/23 સવારે 9 થી 12 માતરવાણીયા ખાતે, 24/2/23 બપોરના 3 થી 6 બોળી પટેલ સમાજ ખાતે, તા 25/2/23 સવારે 9 થી 12 ખોરાસા ગામે ખાનપરા પટેલ સમાજ ખાતે વિના મુલ્યે કેમ્પમાં ચકાસણી કરાવનારને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે. જેમાં બ્લડપ્રેસર, સુગર, હિમોગ્લોબીન, ઓકિસજન, ટેમ્પરેચર, વજન, તેમજ હિમોગ્લોબીન વધારવા માટેની દવા વિના મુલ્યે આપવામાં આવશે.તેવી યાદી ઈન્ચાર્જ
માળીયા હાટીના તાલુકા ઉમીયા પરીવાર દ્વારા જણાવેલ છે

બાઈટ રાજેશ ભાલોડિયા
પટેલ સમાજ આગેવાન

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.