કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ ખાતે શિક્ષકદિનની કરવામાં આવેલ શાનદાર ઉજવણી - At This Time

કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ ખાતે શિક્ષકદિનની કરવામાં આવેલ શાનદાર ઉજવણી


(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ શહેરની ખ્યાતનામ સંસ્થા કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે ભારત દેશના મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ને અંજલિ અર્પવા શિક્ષકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે સુંદર શૈક્ષણિક કાર્ય કર્યું હતું. આર્ટ્સ વિભાગનાં આચાર્ય તરીકે અસ્મિતાબેન મેર અને કોમર્સ વિભાગનાં આચાર્ય તરીકે મહેન્દ્રભાઈ શેખ દ્વારા ખૂબજ સુંદર કામગીરી બજાવવામાં આવી હતી. આજના દિને શિક્ષક બનેલાં વિદ્યાર્થીઓમાં આર્ટ્સ વિભાગમાં 1- કેસરિયા વૈદેહી, 2-વાઝડિયા વિશાલ,2- પરમાર તરૂણા, 3-પીઠવા માનસી,3-બલિયા પ્રદીપ અને કોમર્સ વિભાગમાં 1-રોજેસરા ચાંદની, 2-ડાભી નેહા,3-મીર ગણેશ,3-ખાંદળા ધરતીને સુંદર શૈક્ષિણક કાર્ય બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે આર્ટ્સ વિભાગમાં ડૉ.શર્મિલાબેન પરાલિયા, પ્રા.આરતીબેન કુકડિયા, પ્રા.વૈશાલીબેન દવે તથા કોમર્સ વિભાગમાં પ્રો.માલદેસાહેબ, પ્રો.જયસાહેબ, પ્રો.દિપાલીબેન મકવાણાએ ફરજ બજાવી હતી.કૉલેજના આચાર્યશ્રી ડૉ.અનિરૂધ્ધસિંહ મકવાણા સરે હાજર રહી પ્રસંગોચિત વકતવ્ય આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. તૃપ્તિબેન આચાર્ય અને ડૉ.જ્યોતિબેન વિશ્વકર્મા દ્વારા કરાયું હતું.કાર્યક્રમનું સંચાલન વિશાલ વાંઝડિયાએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.