બાલાસિનોર 10 જેવાં આર્મી જવાનો અગ્નીવીર ની ટ્રેનીંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર 10 જેવાં આર્મી જવાનો અગ્નીવીર ની ટ્રેનીંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


મહીસાગર બાલાસિનોર 10 જેવાં આર્મી જવાનો અગ્નીવીર ની ટ્રેનીંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા છે તો તેમના સ્વાગતમાં યોધ્ધા ગ્રુપ દ્રારા બાલાસિનોરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે જવાનો 2023માં સિલેક્ટ થયે 9 મહિનાંની ટ્રેનીંગ પૂર્ણ કરી આવ્યા છે. જેમાં પટેલ ભાવિન કુમાર-વનોડા, મેહરા મેહુલ કૂમાર
રાજેશભાઈ-બાલાસિનોર,
વાળંદ જીત-બાલાસિનોર, સોલંકી અક્ષયસિંહ બાબરસિંહ -અમોદરા, ભરવાડ વિમલ કુમાર પર્વત ભાઇ-ગજાપગી નાં મુવાડા, ચૌહાણ અજય કુમાર-ફેલસાની, દરજી જિમ્મી કુમાર સંજયભાઈ -કોયડમ, પરમાર કરણ સિંહ -ગુથલી, પરમાર નિતેશ કુમાર દિલીપભાઈ -જેસોલા, હિતેશ કુમાર - ગુથલી, જે બાલાસિનોર યોધ્ધા ગ્રુપ માટે ગર્વની વાત છે.યોદ્ધા એકેડેમી અને આજયોધ્ધા ગ્રુપ દ્વારા આજ સુઘી 30 થી વધુ યુવક યુવતીઓ ઓ આજે ડિફેન્સ જેવી કે આર્મી, પોલીસ,પેરા મિલટરી માં સેવા આપી રહયા છે જે ટ્રેનીંગ અવિનાશ ગાંધી નજીવી પ્રકશિક્ષણ ફી લઈને કરાવી રહયા છે ને તેમના નીચે થી આજે 30 થી વધુ યુવક યુવતીઓ દેશ સેવા માટે જોડાયા છે જે યોધ્ધા ગ્રુપ અને બાલાસિનોર માટે ગર્વ ની વાત છે. 2024 માં પણ આજ એકેડેમી અને ગ્રુપનાં 15થી વધુ સ્ટુડન્ટએ આ પરીક્ષા પાસ કરી છે ને તેમની સાથે તાલીમ લઈ રહ્યા છે. ગર્વની વાત લેવાં જેવી છે કે બાલાસિનોર જેવા ગામમાં થી દર વર્ષ 15 થી વધુ છોકરા છોકરી ઓ જોડાયા છે ને તેમને પુરે પૂરું માર્ગદર્શક મળી રહે છે આજુ બાજુ ગામના સ્ટુડન્ટ પણ અત્યારે યોદ્ધા એકેડેમીમાં જોડાય પોતાની કારકિર્દી બનાવવી રહ્યા છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.