દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની પત્નીને આપ્યો આદેશ : સોશિયલ મીડિયા પરથી સુનાવણીનું રેકોર્ડિંગ હટાવો - At This Time

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની પત્નીને આપ્યો આદેશ : સોશિયલ મીડિયા પરથી સુનાવણીનું રેકોર્ડિંગ હટાવો


દિલ્હી હાઇકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દારૂ નીતિ સંબંધિત કેસમાં કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ હટાવવાનો આદેશ આપ્યો છે.

28 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલી સુનાવણી થઈ હતી. જેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયો રેકોર્ડિંગ સુનીતા કેજરીવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. હાઈકોર્ટે શનિવારે સુનીતા કેજરીવાલને આ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ટ્રાયલ કોર્ટને સંબોધતા જોવા મળી રહ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને અમિત શર્માની બેન્ચે ઉલ્લંઘનનો આરોપ લગાવતી અરજી પર સુનિતા કેજરીવાલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, Meta અને YouTube સહિત છ લોકોને નોટિસ ફટકારી છે. કોર્ટે એક પક્ષીય વચગાળાનો આદેશ પસાર કર્યો અને કહ્યું કે આ કેસની વધુ સુનાવણી 9 જુલાઇએ હાથ ધરવામાં આવશે.

આ અરજી વકીલ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમની અરજીમાં વૈભવ સિંહે દાવો કર્યો હતો કે જ્યારે અરવિંદ કેજરીવાલને 28 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ બાદ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કોર્ટને વ્યક્તિગત રીતે સંબોધિત કરવાનું પસંદ કર્યું હતું અને કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટના 2021ના કોર્ટ નિયમો મુજબ વીડિયો કોન્ફરન્સિંગ હેઠળ પ્રતિબંધિત છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.