એઈમ્સના મહિલા તબીબ સામે પણ ફરિયાદો થઇ છે - At This Time

એઈમ્સના મહિલા તબીબ સામે પણ ફરિયાદો થઇ છે


ડાયરેક્ટર સહિત ચાર સામે ગંભીર આરોપો સાથેની અરજી થઈ હતી

રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સિનિયર મહિલા તબીબ દ્વારા ડાયરેક્ટર સહિત ચાર સામે ઉત્પીડન, ગુંડાગીરી અને લિંગ આધારિત ભેદભાવની ફરિયાદ કરવામાં આવી છે અને હાલ આ પ્રકરણની તપાસ હવે એઇમ્સની ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી (આઇસીસી) દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે એઇમ્સના ડીન ડો.સંજય ગુપ્તા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે, ગંભીર આક્ષેપો કરનાર સિનિયર મહિલા તબીબ સામે પણ અનેક ફરિયાદો ડાયરેક્ટર સમક્ષ થઇ છે. ડીન તથા એચઓડીના પદેથી દૂર કરાયા બાદ સિનિયર મહિલા તબીબે અત્યાર સુધીમાં ચાર વખત ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ ડીને દ્વારા કરવામાં આવતા તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.