વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો11 મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન ગુરૂકુલ નાં સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિત ની ખાસ ઉપસ્થિતિ - At This Time

વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો11 મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન ગુરૂકુલ નાં સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિત ની ખાસ ઉપસ્થિતિ


વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો11 મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન
ગુરૂકુલ નાં સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિત ની ખાસ ઉપસ્થિતિ
વિસાવદર : તાજેતરમાં સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ ‌‌વિસાવદર નાં ઉપક્રમે પરમ પૂજ્ય મુકુન્દ સ્વામી નાં રૂડાં આશીર્વાદ તેમજ સંસ્થા નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા ના માર્ગદર્શન અને સમગ્ર ટીમ નાં આયોજન દ્વારા તાલુકા ની વિવિધ શાળાઓમાં માં ધોરણ 10 અને 12 માં શાળા વાઈઝ અવલ્લ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર લેઉવા પટેલ જ્ઞાતિના 90 તેજસ્વી તારલાઓ નાં શિલ્ડ,નોટબુક એનાયત કરીને સન્માન કરવામાં આવેલ વિસાવદર આ પટેલ સમાજ ના અગ્રણી એવા લાલિતભાઈ ડોબરીયા એ તેમની દિવંગત પુત્રી સ્વ. ધુવા ની સ્મૃતિ માં 90 વિધાર્થી ઓ ને 500 રૂપિયા કુલ 45000 રૂપિયા રોકડ પુરકાર આપેલ સમારોહ માં પટેલ સમાજ ના સેવકો એવા , પર્યાવર્ણવિદ ઘનશ્યામભાઈ ઝાલાવડિયા , બેસ્ટ એન્કર કુ. મયૂરી સાવલિયા , બેસ્ટ એન્કર કમલેશભાઈ ઠુમર, મોટી મોણપરી ગામે અપનાઘર ચલાવતા સંચાલક સુરેશભાઈ ઝાલાવડીયા , ભલગામ ના વતની દાતાશ્રી છગનભાઇ કોટડીયા ને સન્માનપત્ર આપી તેમજ સમારોહ માં શિલ્ડ ના દાતા શ્રી વિનુભાઈ અમીપરા તથા પ્રવિણભાઇ અમીપર તથા 90 વિધાર્થી ઓ ને રૂ.45000 રોકડ પુરષ્કાર કરનાર પટેલ સમાજ ના આગેવાન લાલિતભાઈ ડોબરીયા ને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ સમારોહ માં વિધાર્થીઓ ને પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી તરફ થી નોટબુક તથા ચંદ્રકાન્ત ખુહા તરફથી થેલી આપવામાં આવેલ હતી કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયત ના સભ્ય વિપુલભાઇ કાવાણી, વિસાવદર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા તાલુકા ના સભ્યોઅશ્વિનભાઈ સરધારા, અતુલભાઈ ભાયાણી, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા ભાજપ મહામંત્રી પરસોતમ ભાઈ પદમાણી , વિસાવદર,રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદર નાં પ્રમુખ મુકેશભાઈ રિબડીયા, સેક્રેટરી રમણિકભાઈ ગોહેલ સહિતના ઉપસ્થિત રહેલ સમારોહ માં મયૂરીબેન સાવલિયા, દિશાબેન ભુવા, ભરતભાઈ કોટડીયા, રમેશભાઈ હારખાણી એ સુંદર વક્તવ્ય આપેલ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમારોહ ને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી જેન્તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, મેમ્બર નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, જીતેન્દ્રભાઈ ડોબરીય, વિજયભાઈ રીબડીયા, સુરેશભાઇ ભુવા, ધનશ્યામભાઈ ભાલાળા, સી.વી. સિંગળા, કમલેશભાઈ ઠુંમર સહિતના એ જહેમત ઉઠાવેલ કાર્યક્રમ બાદ અલ્પાહાર અને ચા પાણી ની વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ, કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત રમણિક ભાઈ દુધત્ર કરેલ સમારોહનું સફળ સંચાલન જીતેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.