હાલાકી: હિંમતનગરમાં મોતીપુરા બાયપાસ પર ખાડા પડતાં ચાલકોને હાલાકી
હિંમતનગર | હિંમતનગરના મોતીપુરા- ઈડર બાયપાસ પર હાલ ફોરલેન માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જેને લઈ અહીં ટ્રાફિકની સમસ્યા તો હતી જ અને હવે રોડ પર મસમોટા ખડા પાડી જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. રેલ્વે અંડર પાસ નજીક રોડ પર ખાડા પડી ગયા છે તો વધુમાં કામગીરીને લઈ ગટર લાઈન તૂટી જવાને કારણે રોડ પર પાણી વહેતું રહે છે અને મોટા ખાડામાં પાણી ભરાઈ રહે છે જેને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અગાઉ 2 બાઈક ચાલકો ખાડામાં પટકાયા હતા તો એક ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયું હતું. ઉપરાંત ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો સર્જાતા અહીંથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જેથી સત્વરે આ ખાડા પૂરવામાં આવે તેવી શહેરીજનોમાં લાગણી પ્રવર્તી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.