પરીણિત દીકરાને ફોન કરતી યુવતીને સમજાવવા જતા બે શખ્સોએ લાલજીભાઈ સોલંકીને છરી ઝીંકી દીધી - At This Time

પરીણિત દીકરાને ફોન કરતી યુવતીને સમજાવવા જતા બે શખ્સોએ લાલજીભાઈ સોલંકીને છરી ઝીંકી દીધી


પરણિત દીકરાને ફોન કરતી યુવતીને સમજાવવા જતા બે શખ્સોએ લાલજીભાઈ સોલંકીને છરી ઝીંકી દીધી હતી. આ શખ્સો યુવતીના ભાઈ હોય, તેની સાથે બોલાચાલી થતા મામલો બીચકયો હતો અને પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર પી.ડી. માલવિયા ફાટક પાસે ઝૂંપપટ્ટીમાં રહેતાં લાલજીભાઈ તુલસીભાઈ સોલંકી (ઉ.વ.50) નામનાં પ્રૌઢ ગઈ કાલ બપોરના લક્ષ્મીનગર પાસે હતાં ત્યારે બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બાદ પ્રૌઢને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાલજીભાઈને સંતાનમાં ત્રણ પુત્ર અને એક દિકરી છે. જેમાંથી તેનો પુત્ર ભાવેશ પરણિત છે.
જેની સાથે લક્ષ્મીનગર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવતી ભાવેશને ફોન કરતી હતી. જેથી લાલજીભાઈ યુવતીના પરિવારજનો પાસે જઈને તેના પુત્રને ફોન ન કરવા કહ્યું ત્યારે યુવતીના બંને ભાઈ ઉશ્કેરાઈ જઈને પ્રૌઢને છરી વડે માર માર્યો હતો. બાદ પ્રૌઢને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.