શહેરા-ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ પરમારે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ
શહેરા
ગુજરાતમા બે તબ્બકામાં વિધાનસભાની ચુટણી યોજાવાની છે,શહેરા તાલુકામાં પણ ચુટણીને લઈ રાજકીય માહોલ તેજ બન્યો છે.જેમા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી શરુ કરી દેવામા આવી છે. જેમા શહેરા વિધાનસભા બેઠક માટે ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ પરમાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.શહેરા સેવાસદન ખાતે ચુંટણી અધિકારીને પોતાનુ ફોર્મ સુપરત કર્યુ હતુ.ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેમના સમર્થકો પણ હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લામા ચુટણીનો માહોલ જામ્યો છે.શહેરા વિધાનસભા મતવિસ્તાર માટે પણ યોજાનારી ચુટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.ગુજરાતમાં હવે નવી પાર્ટીઓ પણ ચુટણી મેદાનમાં જંગે આવી છે.જેમા ભારતીય જન પરિષદ પક્ષ પ્રથમ વખત ચુટણી લડી રહ્યો છે.જેમા પાર્ટી તરફથી આ વખતે શહેરા તાલુકાના પસનાલ ગામના આગેવાન એવા સુરેશભાઈ પરમારને મેન્ડેટ આપવામા આવ્યુ છે.સુરેશભાઈ પરમારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.અને ચુટણી અધિકારીને સુપરત કર્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.