વિસાવદર કોર્ટના ધરેલુ હિંસાના કેસમાં ઘરભાડુ તથા વળતર ચુકવવા આદેશ કરતી એપેલેન્ટ કોર્ટવિસાવદરના યુવા ધારાશાસ્ત્રી મંજુર ગાહાની ધારદાર દલીલો
વિસાવદર કોર્ટના ધરેલુ હિંસાના કેસમાં ઘરભાડુ તથા વળતર ચુકવવા આદેશ કરતી એપેલેન્ટ કોર્ટ
વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી મંજુર ગાહાની ધારદાર દલીલોવિસાવદર જે.એમ.એફ.સી.કોર્ટમાં અરજદાર અફશાનાબેન એ તેમના પતિ અમજદભાઈ સામે તથા તેના પરિવાર ના સભ્યો સામે ઘરેલુ હિંસાધારાની કલમ ૧૨ મુજબ વ્યથિત પક્ષકાર તરીકે તેમના બાળકો સહિતનાને રક્ષણ આપવા માટે માંગણી કરેલી હતી જે અરજી નીચેની કોર્ટમાં ચાલી જતા અરજદારોની અરજી અંશતઃ મંજુર કરી ધરભાડા પેટે માસિક રૂપિયા એક હજાર ચુકવવા આદેશ કરેલો તથા અન્ય કોઈ દાદ પણ મંજુર કરવામાં આવેલ નહીં અને કોઈ માનસિક ત્રાસ પેટે વળતર ચૂકવાયેલ નહિ જેથી અરજદારે સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી જે અપીલની સુનાવણી દરમિયાન વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી મંજુર ગાહા દ્વારા કાયદાકીય જોગવાઈઓ તથા ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કરેલ જે વિસાવદરના એડિશનલ સેસન્સ કૉર્ટ માન્ય રાખી અરજદારોને દરમાસે અને નિયમિત રીતે મકાન ભાડા પેટે રૂપિયા પાંચ હજાર ચુકવવા તથા રૂપિયા ૫૦,૦૦૦/- સામાવાળા એ અરજદારોએ ભોગવેલ માનસિક યાતનાના વળતર પેટે ચુકવવા આદેશ કરતા ખળભળાટ મચી ગયેલ છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.