રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે
રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા ફરી એક વખત દૂધના ભાવમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 10નો વધારો આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધારો કરી પ્રતિકિલો ફેટના રૂપિયા 790 આજથી ચૂકવવા જાહેરાત કરવામાં આવી છે.
આજથી જ નવો ભાગ લાગુ
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની ઉનાળાની શરૂઆત થતાં અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિકિલો ફેટે રૂ.10નો ભાવ વધારો કરીને પ્રતિકિલો ફેટનો ભાવ રૂ.790 કરવા નિર્ણય નક્કી કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.780 ચૂકવવામાં આવતો હતો. દૂધ સંઘ દ્વારા આજથી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.790 ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિકિલો ફેટનો ભાવ રૂ.785 ચૂકવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
