એડવોકેટ ઉપર હુમલો કરી લૂંટ કરનાર ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને ગુન્હામાં વાપરેલ ઇકો કાર સાથે પકડી પાડતી,એલ.સી.બી. અરવલ્લી .
એડવોકેટ ( વકીલ ) શ્રી ઉપર હુમલો કરી લૂંટ કરનાર ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને ગુન્હામાં વાપરેલ ઇકો કાર સાથે પકડી પાડતી : એલ.સી.બી. અરવલ્લી . પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગરતથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત , સાહેબ અરવલ્લી નાઓ ધ્વારા તા .૨૯.૦૬.૨૨ નારોજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એડવોકેટ ( વકીલ ) શ્રી ઉપર હુમલો કરી કરેલ ધાડ નો ગુન્હો ડીટેકટ કરવા સારૂ શ્રી સી.પી. વાઘેલા , પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા નાઓને સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતી . જે બનાવમાં ફરીયાદીશ્રીની ફરીયાદ મુજબ ગઇ તા .૨૯ / ૦૬ / ૨૦૨૨ ના કલાક : ૧૦/૩૦ વાગે મોજે મોતીપુરા થી વરઘુ રોડ ઉપર ફરીયાદી જયેન્દ્રભાઇ ગુલાબચંદ પ્રજાપતિ રહે , કુડોલ તા , મોડાસા જી , અરવલ્લી નાઓ વકિલાતનો ધંધો કરતા હોવાથી કોઇએ તેઓની સાથે અદાવત રાખી કોઇએ સોપારી આપી મોકલેલ આરોપીઓએ પોતાનો ગુન્હાહિત ઇરાદો પાર પાડવા અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી પાવડાના હાથા જેવા મારક હથિયારો ધારણ કરી ઇકો ગાડી તથા મોટરસાયકલ સાથે આવી ઇકો ગાડી ફરીયાદીની અલ્ટો ગાડી નંબર જીજે.૩૧.એ .૨૧૦૫ આગળ આડી કરી છ આરોપીઓએ પાવડાના લાકડાના હાથા વડે ફરીયાદીને માર મારી ડાબા હાથના અંગુઠા ઉપર , જમણા પગના ઠીંચણ ( વાટકી ) ના ભાગે ફેકચર કરીબંન્ને પગે તેમજ બંન્ને હાથ ઉપર ગંભીર ઇજાઓ કરી , ફરીયાદીનો મોબાઇલ નંગ ૧ કિમત રૂપિયા ૧૨,૦૦૦ / - નો ધાડપાડી લુંટ કરીગુન્હો કરેલ જે સબંધે ફરીયાદીશ્રી નાઓને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૮૮૦૦૮૨૨૦૪૪૫ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ , ૩૯૫,૩૪૨,૩૨૫ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ ( બી ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થવા પામેલ હતો . આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ શ્રી સંજય ખરાત , પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી સી.પી. વાઘેલા , પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના . સ્ટાફના માણસોએ ગુન્હાવાળી જગ્યાની આજુબાજુમાં તેમજ બીજી અન્ય જગ્યાઓએ બાતમીદારો રોકી માહિતી મેળવવા પ્રયાસ ચાલુ કરેલા .દરમ્યાન એલ.સી.બી. ટીમને ચોકકસ હકીકત મેળવેલ કે , સદર ગુન્હો ( ૧ ) અનીલભાઇ શાન્તીલાલ કલાસવા રહે.માકરોડા કલાસવા ફળીયુ તા.ભીલોડા જી.અરવલ્લી ( ર ) સતીષભાઇ ધુળજીભાઇ બરંડા રહે.વેજપુર તા.ભીલોડા જી.અરવલ્લી ( ૩ ) હર્ષદભાઇ રમણભાઇ હોથા રહે.કલ્યાણપુર તા.ભીલોડા જી.અરવલ્લી ( ૪ ) વિજયભાઇ પ્રભુદાસ કોટવાલ રહે . માંકરોડા તા.ભિલોડા જી.અરવલ્લી ( ૫ ) કાળુ નામના માણસોએ કરેલ હોય જે આધારે તેઓની તપાસ તજવીજ કરેલ હતી . તપાસ દરમ્યાન આરોપીઓ ( ૧ ) અનીલભાઇ શાન્તીલાલ કલાસવા રહે.માકરોડા કલાસવા ફળીયુ તા.ભીલોડા જી.અરવલ્લી ( ર ) સતીષભાઇ ધુળજીભાઇ બરંડા રહે.વેજપુર તા.ભીલોડા જી.અરવલ્લી ( ૩ ) હર્ષદભાઇ રમણભાઇ હોથા રહે.કલ્યાણપુર તા.ભીલોડા જી.અરવલ્લી નાઓ મળી આવતાં તેઓની પુછપરછ કરતાં આરોપીઓએ જણાવેલ કે શંકરભાઇ મગનભાઇ ગુર્જર રહે.ભિલોડા નાઓના છોકરાની પત્નીને છુટા છેડા આપવાનો કેસ મોડાસા કોર્ટમાં ચાલુ છે . જે કેસમાં સામા પક્ષે વકીલ તરીકે જયેન્દ્રભાઇ પ્રજાપતિ રહે.કુડોલ તા.મોડાસા નાઓ છે . જેથી તેઓ સાથે શંકરભાઇને અણ બનાવ હોવાથી શંકરભાઇના કહેવાથી અને શંકરભાઇએ આ કામના બદલામાં આરોપીઓને પૈસા આપવાની લાલચ આપતાં તે કારણથી પોતે આ ગુન્હો આચરેલાની હકીકત જણાવેલ છે . આ કામે નીચે જણાવેલ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની અટક કરવાની કાર્યવાહી તેમજ લુંટમાં ગયેલ મોબાઇલ તેમજ ગુન્હામાં વાપરેલ હથિયાર કબજે કરવાની કાર્યવાહી હાલમાં ચાલું છે . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) અનીલભાઇ શાન્તીલાલ કલાસવા રહે.માકરોડા કલાસવા ફળીયુ તા.ભીલોડા જી.અરવલ્લી ( ૨ ) સતીષભાઇ ધુળજીભાઇ બરંડા રહે.વેજપુર તા.ભીલોડા જી.અરવલ્લી ( ૩ ) હર્ષદભાઇ રમણભાઇ હોથા રહે.કલ્યાણપુર તા.ભીલોડા જી.અરવલ્લી કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) ઇકો ગાડી નંબર GJ - 31 - A - 9356 જેની કિ રૂ .૨,૦૦,૦૦૦ / આમ અરવલ્લી એલ.સી.બી એ ધાડ જેવા ગંભીર પ્રકારના વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.