*દિલ્લીના રાષ્ટ્રપતિ ભવન ખાતે ગુજરાતી યુવા લેખિકા શ્વેતા પટેલે સાધ્યો મહામહિમ રાષ્ટ્રપતિ સાથે સંવાદ* - At This Time

*દિલ્લીના રાષ્ટ્રપતિ ભવન ખાતે ગુજરાતી યુવા લેખિકા શ્વેતા પટેલે સાધ્યો મહામહિમ રાષ્ટ્રપતિ સાથે સંવાદ*


*દિલ્લીના રાષ્ટ્રપતિ ભવન ખાતે ગુજરાતી યુવા લેખિકા શ્વેતા પટેલે સાધ્યો મહામહિમ રાષ્ટ્રપતિ સાથે સંવાદ*
***************
*દેશના પી.એમ.યુવા લેખકોને મહામહિમ રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા*
********
દિલ્લીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સાહિત્ય રચના શિબિરમાં દેશના પી.એમ યુવા લેખકો સાથે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ સંવાદ સાધ્યો હતો. જે અંતર્ગત દેશના ૭૫ પી.એમ યુવા લેખકોમાં ગુજરાતી યુવા લેખિકા તરીકે પસંગી પામેલા શ્વેતા પટેલે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે સંવાદ સાધ્યો હતો.
નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે જ પી.એમ યુવા મેન્ટરશીપ યોજના -૧ અને ૨ માં પસંદગી પામેલા યુવા લેખકોનું સંમેલન અને કલા સાહિત્ય રચના શિબિરનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કમાલપુર ગામના વતની શ્વેતા પટેલે ભાગ લીધો હતો.
કલા સાહિત્ય રચના શિબિરમાં શ્વેતા પટેલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની આહૂતી આપનાર વિજયનગર તાલુકાના પાલ દઢવાવના આદિવાસીઓની શૂરવીરતા રજૂ કરતુ “ગોઝારો ઢેખાળીયો કૂવો-દઢવાવ” પુસ્તક અંગે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ પી.એમ યુવા લેખકોના પુસ્તકના સફર અંગે પ્રશ્નો પુછી યુવા લેખકોની ઉમદા કામગીરી બદલ શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩માં દિલ્લીના પ્રગતી મેદાન ખાતે ફ્રાંસ દેશના યજમાન પદે યોજાયેલા વિશ્વ પુસ્તક મેળામાં ગુજરાતી પી.એમ યુવા લેખિકા શ્વેતા પટેલના "ગોઝારો ઢેખાળીયો કૂવો- દઢવાવ" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ. હાલમાં ગુજરાતી યુવા લેખિકા શ્વેતા પટેલ જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.