રાજકોટમાં BRTSના ડ્રાઈવરનો મુસાફરોના જીવને જોખમમાં મૂકતો વીડિયો વાઈરલ થતા સસ્પેન્ડ કરાયો - At This Time

રાજકોટમાં BRTSના ડ્રાઈવરનો મુસાફરોના જીવને જોખમમાં મૂકતો વીડિયો વાઈરલ થતા સસ્પેન્ડ કરાયો


રાજકોટની સિટિબસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં બીઆરટીએસ રૂટ પર ચાલુબસે ડ્રાઇવરે માવો ચોળી અનેક મુસાફરોનાં જીવ જોખમમાં મુક્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. સિટિબસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઇવરની અતિ ગંભીર બેદરકારીનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે વિડીયો વાયરલ થયા બાદ ડ્રાઇવરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયો હોવાનું મનપાનાં સત્તાધીશોએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image