રાજકોટનાં પોષ વિસ્તાર નાનામૌવાની આંગણવાડી જર્જરિત; ઠેર-ઠેર કચરાનાં ઢગલા, દારૂની ખાલી બોટલો
રાજકોટ મનપાનાં ગઈકાલે યોજાયેલા જનરલ બોર્ડમાં આંગણવાડીનાં મુદ્દે એક કલાક ચર્ચા કરવામાં આવી હતી. શાસક પક્ષના કોર્પોરેટરોએ પૂછેલા પ્રશ્નોનાં જવાબ આપતા અધિકારીઓએ સબ સલામત હોવાનો દાવો કર્યો હતો. તેમજ બાળકોને ખૂબ સારી સુવિધાઓ અપાતી હોવાનું જણાવ્યું હતું. જોકે હકીકતમાં શહેરના પોષ વિસ્તાર એવા નાનામૌવામાં આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી હતી. આંગણવાડી બહાર કચરાના ઢગલા તેમજ દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી. જોકે આ મામલે ત્વરિત કાર્યવાહીની ખાતરી મેયર નયના પેઢડીયાએ આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.