વિજાપુર માં નવ ગામ લેઉવા પટેલ સમાજ નો મેગા સવૉઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્કિનિગ ટેસ્ટ કેમ્પ યોજાયો
મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના નવ ગામ લેઉવા પટેલ સમાજનો મેગા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રિનિંગ ટેસ્ટ કેમ્પ યોજાયો. નવ ગામ લેઉવા પટેલ સમાજ વિજાપુર અને નવગામ લેઉવા પટેલ મહિલા સમિતિ વિજાપુર દ્વારા"મેગા સર્વાઇકલ (ગર્ભાશયના મુખનું) કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રિનિંગ ટેસ્ટ કેમ્પ તારીખ-૧૪/૭/૨૦૨૪ મેં રવિવારે ગોઠવા મુકામે મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગ માં યોજાયો જેમાં ૧૨૧ સમાજની ૯ થી ૨૬ વર્ષની અપરણિત દીકરીઓને ગર્ભાશય કેન્સર વિરોધી રસી આપવામાં આવી અને ૨૬ થી ૬૫ વર્ષની પરિણીત સ્ત્રીઓનું સ્ક્રિનિંગ ટેસ્ટ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ લોકોનું સમાજે સન્માન કર્યું. મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગ ના મેનેજમેન્ટ એ ખૂબ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સમાજ પ્રમુખ ઉષ્માબેન મંત્રી સોનલબેન સમાજના પ્રમુખશ્રી જયવદનભાઈ મંત્રીશ્રી ઇન્દ્રકુમાર વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈ અને દરેક ગામની કન્વીનર બહેનોએ ખૂબ જહેમત ઉઠાવ કાર્યક્રમને સફળ બનાવ્યો
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.