બિલ્ડીંગ ડેવલોપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા કિરીટભાઈ સેંજલિયાનો આપઘાત
શહેરમાં આપઘાત કરી જીવન ટુંકાવ્યાંના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર સુરભી રેસીડેન્સીમાં રહેતા અને અગાઉ બિલ્ડીંગ ડેવલોપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા કિરીટભાઈ સેંજલિયાએ એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતા પરિવારમાં આઘાત સાથે શોક છવાયો હતો.
બનાવની વિગત મુજબ, મૂળ અમરેલીના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે સુરભી રેસિડેન્સીમાં રહેતા કિરીટભાઈ હિંમતલાલ સેંજલિયા (ઉ.વ. 53) ગઇ કાલ રાત્રિના એસિડ પી જતાં ઘરે આવી ઢળી પડ્યા હતા. તાકીદે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. મૃતકને માનસીક બિમારીની દવા શરૂ હોવાનું તેમજ તેમને એક પુત્ર હોવાનું પરિવારજનોએ જણાવ્યુ હતું. બનાવના પગલે આજીડેમ પોલીસના હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ ધરજીયા, રાઈટર સંજયભાઈ દોડી ગયાં હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક કિરીટભાઈ હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. અગાઉ અગાઉ બિલ્ડીંગ ડેવલોપમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી પણ, આત્મહત્યાના કારણથી પરિવારજનો અજાણ હોવાનું જણાવી રહ્યા હોવાથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.