રાજકોટ માધાપર ખાતે બી.જી.ગરૈયા હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કરી.
રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકનાં ૮૦ MLD અને ૪૪.૫ MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) માધાપર ખાતે બી.જી.ગરૈયા હોમિયોપેથિક કોલેજ રાજકોટના B.H..M..S (U.G.) અભ્યાસક્રમના કુલ-૧૦૮ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટમાં ભાગ લીધો. જેમાં આ વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની(STP)ની કામગીરી સમજી તથા રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સુએજ કલેક્શનથી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજી તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય નાગરિકનાં જીવન તથા આરોગ્ય પર પડતી અસરો અંગેની માહિતી મેળવી. આ વિઝીટ વોટર મેનેજમેન્ટ સેલના એડી.સિટી.એન્જીનીયર કી.પી.દેથારીયા તથા પી.એમ કાસુન્દ્રાનાં માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવી. વિદ્યાર્થીઓની અંદર પ્રદુષિત પાણીથી સુએજનાં પાણીની સામાન્ય નાગરિકનાં આરોગ્ય તથા જીવન પર પડતી અસરો તથા સુએજનાં ટ્રીટ થયેલ પાણીનાં પુન: વપરાશ અંગેની જાગૃતિ અને સમજણ કેળવવા માટે આ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.