ધંધુકા તાલુકાના છશીયાણાં ગામે 75 માં પ્રજાસત્તાક દિવસ ની ભવ્ય ઊજવણી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના અંતરિયાળ ગામ છશીયાણાં ગામે 75 માં પ્રજાસત્તાક દિવસ ની ભવ્ય ઊજવણી.
હરઘર તિરંગા અભિયાન ની પરાકાષ્ઠા એ આજ રોજ ધંધુકા તાલુકાના અંતરીયાળ ગામ એવા છશીયાણા ગામે તાલુકા કક્ષા એ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ મહેરબાન યોગેશ ઠક્કર સાહેબ દ્વારા સ્થાનીક ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલના અતિથિવિશેષ પદે , મામલતદાર શ્રી નીરવ બ્રહ્નભટ્ટ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ સ્ટેક હોલ્ડર કમિટી ગુજરાત સરકારના સદસ્ય અને પીએમ પોષણ યોજના કર્મચારી સંઘ ના પ્રદેશ પ્રમુખ શ્રી રાજેન્દ્ર સિંહ ચુડાસમા , ગામ ના સરપંચ, ઉપસરપંચ સહીત આમંત્રિત તાલુકાના ગણમાન્ય આગેવાનો ની ઉત્સાહિત હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો , જેમાં ઉત્સાહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાયા , આ કાર્યક્રમમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહેમાનો અને ગામના આગેવાનો એ રોકડ ઈનામો ની રીતસરની ઝડી વરસાવી ને એ વિદ્યાર્થીઓ ના ટેલેન્ટ ની પણ કદર કરી એક વિશિષ્ટ માહોલમાં આ 75 માં પ્રજાસતાક દીનની ગરીમામય ઊજવણી માં રાજય કક્ષાએ થતા મોટા કાર્યક્રમો જેવી સુંદર વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી હતી આ તબક્કે સબડીવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઠક્કર સાહેબ વિસ્તાર ના અને રાજ્ય ,દેશ ના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.