સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે મોરંગી ગામે જન્માષ્ટમી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ. - At This Time

સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે મોરંગી ગામે જન્માષ્ટમી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ.


સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે મોરંગી ગામે જન્માષ્ટમી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ. મુસ્લિમ સમાજ દ્વારા ઈમામ હુસૈન ચોકમાં ચા - શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં દરેક તહેવારો ગામ સમસ્ત ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી,ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તારમાં આવેલ રામાપીર મંદિર થી પ્રસ્થાન થઈ ઈમામ હુસૈન ચોક, મુખ્ય બજાર થી પરત રામાપીર મંદિરે પૂર્ણ કરવામાં આવેલ.હિન્દુઓની સાથે મુસ્લિમ સમાજ અને ભક્તો કૃષ્ણભક્તિમાં રંગાઈ ગયા હતા. ઈમામ હુસૈન ચોકમાં દરેક ભક્તો માટે ચા - નાસ્તાની સબિલ એ હુસૈન ગોઠવવામાં આવેલ.તેમજ મુખ્ય બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા મટકી ફોડનું આયોજન કરવામાં આવતા સૌ ગ્રામજનો મન મૂકીને નાચ્યા હતા.એક તરફ મોહરમના દિવસો શરૂ હોય દરમ્યાન જન્માષ્ટમી પર્વ સૌ સાથે મળીને ઉજવે તે ગામ માટે ખુબજ ખુશીની વાત કહેવાય.મોહરમ દરમ્યાન હિન્દુ સમાજ દ્વારા શરબત અને ચા - પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.કોઈપણ જાતના ભેદભાવ કે જ્ઞાતિજાતિના વાડા થી દુર રહીને ભાઈચારાની અદમ્ય ભાવના થી દરેક ધાર્મિક તહેવારો મોરંગી ગામમાં ઉજવાતા હોય , સાચા અર્થમાં મોરંગી ગામ ઈશ્વર - અલ્લાહની ભક્તિ અને બંદગીમાં તલ્લીન થઈ જાય છે. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.