રાજકોટમાં છરીની અણીએ મહિલા પર કૌટુંબિક દિયરનું વારંવાર દુષ્કર્મ - At This Time

રાજકોટમાં છરીની અણીએ મહિલા પર કૌટુંબિક દિયરનું વારંવાર દુષ્કર્મ


રાજકોટમાં મવડીગામ વિસ્તારમાં છરીની અણીએ મહિલા પર કૌટુંબિક દિયરે વારંવાર દુષ્કર્મ આચરતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. ભુજ રહેતો શખ્સ મવડી ગામમાં રહેતાં ભાઈની ઘરે મહેમાન ગતિ કરવાં આવ્યો અને ભાભી પર નજર બગાડી કૃત્ય કરતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.બનાવ અંગે મવડી ગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શંકર પરમાર (રહે. ભુજ) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ અને ચાર સંતાનો સાથે રહે છે. તેમના પતિ મજુરીકામ કરે છે. ગઈ તા. 05-09 ના ભુજ રહેતા તેમના કાકાજી સસરાનો પુત્ર શંકર પરમાર તેણીના ઘરે મહેમાનગતિ કરવાં માટે આવ્યો હતો. ત્યારે તેણી એકલી હતી ત્યારે આરોપીએ નજર બગાડી ધરારીથી છરી બતાવી તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણીએ પ્રતિકાર કરતાં તે ભાગી ગયો હતો અને સાથે સાથે જો આ વાત કોઈને કહીશ તો તારા બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો. જેથી તેણીએ કોઈને વાત કરી ન હતી.
થોડાં દિવસ બાદ આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરી ભુજ તેમના ઘરે મહેમાનગતિ કરવાં માટે બોલાવ્યાં હતાં. જેથી તેણી તેના પતિ અને સસરા સાથે ગઈ તા.31-10 ના ભુજ આરોપીના ઘરે ગયાં હતાં. ત્યાં આરોપીએ મોડી રાતે તેમના પતિ અને સસરાને બેફામ મારમાર્યો હતો. તેણીએ પતિ અને સસરાને બચાવવા જતાં તેમને પણ મારમારતાં બેભાન થઈ ઢળી પડી હતી. તેણી ભાનમાં આવતાં આરોપીને પતિ અને સસરા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, તેઓને તેમના મૂળ વતન મહુવા પંથકમાં મોકલી દિધા છે.
જે બાદ બીજા દિવસે આરોપીએ ફરીવાર છરી બતાવી મારકૂટ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગીને પોતાના સાસરિયે પહોંચી ગઈ હતી.વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, તેમના પતિને અવારનવાર આરોપી ફોન કરી તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને લઈ જઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ કંટાળીને ફરીયાદ નોંધાવી હતી. તેમજ આરોપીને પણ ત્રણ સંતાન હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એલ.બી.ડીંડોર અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા
દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીએ તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેણી પરીવાર સાથે મહુવા પંથકમાં આવેલ વતનમાં રહેવાં આવતાં રહેલ હતાં.
છતાં આરોપી શંકરે તેમનો પીછો ન છોડી તેણીના પતિને ધમકી આપતો કે, તું તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને ગમે ત્યાંથી ભગાડી જઈશ તેવી ફોનમાં અવારનવાર ધમકી આપતાં તેના પતિએ ધમકીથી કંટાળી પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવતથી ચાર સંતાનો નોધારા બનાવ હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image