ભુતખાના ચોકથી જીલ્લા ગાર્ડન વિસ્તારમાં ફુડ શાખા ત્રાટકીઃ ૧૭ વેપારીઓને લાયસન્સ અંગે નોટીસઃ વધુ એક ચિકીનો નમુનો લેવાયો
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેનાલ રોડ-ભૂતખાના ચોકથી જીલ્લા ગાર્ડન ચોક વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાનું વેચાણ કરતાં ર૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યકિતને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લગાવવાં સુચના આપવામાં આવેલ તથા ૧૭ પેઢીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
જેમાં શુભમ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રિંકસ, રાઠોડ પાન, પટેલ કોલ્ડ્રિંકસ, ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રિંકસ, ગાયત્રી પાન, ઉમા સેલ્સ એજન્સી, રાઠોડ પાન, શ્રી રામ પાન એન્ડ કોલ્ડ્રિંકસ, ડીલાઇટ કોલ્ડ્રિંકસ, જય આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રિંકસ, જયંત પાન, ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રિંકસ, ઝલક પાન એન્ડ કોલ્ડ્રિંકસ, મોમાઇ પાન, અમર પાન, ચામુંડા પાન તથા કિશન પાનને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.