ભુજ વિભાગીય નિયામક ના પરિપત્રનો ડ્રાઈવર કંકડટર ઉલાળીયો કરીને
ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે સ્ટોપ હોવા છતાં કોડિનાર મુંદ્રા બસ ને બાયપાસ દોડાવતા ઊચ્ચ કક્ષાએ રજુઆત
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા કરાઇ રજુઆત
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જનકસિહ જાડેજા દ્વારા વાહન વ્યવહાર મંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે ભુજ વિભાગીય નિયામકશ્રી ના પરિપત્ર અનુસાર ભુજ વિભાગ ની તમામ બસો જે ગોંડલ થી પસાર થાય છે તેમને ગોંડલ બસ સ્ટેન્ડ અવશ્ય જવું તેઓ પરિપત્ર બહાર પાડેલ હોવા છતાં ભુજ વિભાગ ના મુન્દ્રા ડેપો ની કોડીનાર મુન્દ્રા બસ જેમને ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે સ્ટોપ આપેલ હોવા છતા આ બસમાં મુસાફર ગોંડલ થી મુન્દ્રા નુ ઓનલાઇન બુકિંગ કરે તો જ બસ અંદર આવે છે અન્યથા બાયપાસ જતી રહે છે જેના લીધી મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અનેક વખત મુન્દ્રા ડેપો મેનેજર સાહેબશ્રી રજુઆત કરેલ પણ ક્યાંક ને ક્યાંક તેમની પણ મીલી ભગત હોય તેવું જણાઈ આવે છે. આવા ડ્રાઈવર કંડકટર ની અવળચંડાઈ તેમજ ડેપો મેનેજરના પ્રોત્સાહનના લીધી વિભાગીય નિયામક શ્રી ના પરિપત્ર નો ઉલાળીયો કરીને બસ અનેક વાર બાયપાસ જતી રહે છે ત્યારે આવા ડ્રાઈવર કંડકટર વિરૂદ્ધ સખ્સ કાર્યવાહી કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામા આવે તો ઉદાહરણ રૂપ દાખલો બેસાડી સકાસે. તેમણે જણાવ્યું હતુ કે એસટીમાં કાર્યરત અત્યાધુનિક જીપીએસ સિસ્ટમ નો ઉપયોગ કરીને છેલ્લા ત્રીસ દીવસ મા જીપીએસ સિસ્ટમ તેમજ ગોંડલ ડેપોના કન્ટ્રોલ ચાર્ટ દ્વારા ખરાઈ કરી આવા ડ્રાઇવર કંડકટર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામા આવે તેવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.