માતા અને પિતરાઇ કાકાએ લગ્ન કરવા સર્જી મર્ડર મિસ્ટ્રી;.. - At This Time

માતા અને પિતરાઇ કાકાએ લગ્ન કરવા સર્જી મર્ડર મિસ્ટ્રી;..


અંકલેશ્વરના સારંગપુર ગામે સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને ૮ વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ SOG માં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે બીજી એક હત્યાને અંજામ આપે તે પેહલા ભરૂચ પોલીસે તેઓનો પ્લાન નાકામ કરી દીધો છે.

અંકલેશ્વર તાલુકાના સારંગપુરમાં સોનમ સોસાયટીમાં રહેતા મૂળ UP ના સત્યપ્રકાશ સિવરામસિંહ યાદવનાનો ૧૩ વર્ષીય દિકરો ક્રિષ્ણા સત્યપ્રકાશ યાદવ સપ્તાહ પહેલા પિતા સાથે સાયકલ લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો.

સગીર ક્રિષ્ણાની માતા મમતાદેવીએ પોતાના પુત્ર ગુમ થવા અંગે કૌટુંબિક કુંવારા દેવરને સાથે રાખી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની લાશ મળી આવતા હત્યાની કલમ પણ ઉમરાઇ હતી.

સગીરના અપહરણ અને હત્યામાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના હેઠળ DYSP ચિરાગ દેસાઇએ જી.આઇ.ડી.સી અને LCB ની અલગ અલગ ટીમો બનાવતા તપાસ હાથ ધરાઈ હતી.

LCB PI ઉત્સવ બારોટ, PI એ.કે.જાડેજાએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી સી.સી.ટીવી , ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજંસથી કરેલી તપાસમાં ક્રિષ્ના છેલ્લે તેના કાકા ભગવંતસીંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ સાથે જોવા મળ્યો હતો.

પોલીસે કાકા ભગવંતસિંહને ઉઠાવી પૂછપરછ કરતા બીજી પણ હત્યાનો પ્લાન હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા ૮ વર્ષથી મૃતકની માતા મમતાદેવી અને ભગવંતસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહને અનૈતિક સંબંધ હતો. માતા મમતાદેવી એ હંમેશા માટે એક્બીજાની સાથે રહી શકાય તે માટે પુત્ર ક્રિષ્ણાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.

ભગવંતસીંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ અપરણિત છે. જેને કૌટુંબિક ભાઇ સત્યપ્રકાશની પત્ની મમતાદેવી સાથે છેલ્લા આઠેક વર્ષથી લગ્ન બાહ્યત્તર પ્રેમ સંબંધ હતા. બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હોય જેથી થોડા સમય પહેલા આરોપી ભગવંતસીંગ અને મમતાદેવીએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી રજીસ્ટર મેરેજ કરવા માટે મુળ વતનથી કાનપુર કોર્ટમાં ગયા હતા. જ્યાં વકીલે સલાહ આપેલ કે જ્યાં સુધી મમતાદેવીના છુટાછેટા કે વિધવા ન થાય ત્યાં સુધી તેઓ રજીસ્ટર મેરેજ કરી શકશે નહિ.

જોકે મમતાદેવીના પતિ સત્યપ્રકાશ છુટાછેડા આપે તેમ ના હોય બન્નેએ મળીને પ્રથમ સત્યપ્રકાશને પોતાના રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. મમતાદેવીએ પતિને ઘેનની ગોળી પીવડાવીને કામ પુરુ કરી દેવા વિચાર્યું હતું. જોકે દીકરો ક્રીષ્ણા ખુબ જ હોશિયાર હોય પહેલા ક્રિષ્ણાનો રસ્તો કરવા પ્લાન ઘડયો હતો.

ક્રિષ્ણા સિવાય અન્ય ૩ બાળકોમાં ૨ દીકરીઓને પરણાવી દઇશુ તથા નાનો દીકરો અમન દિમાગથી થોડો કમજોર હોય તેને સાથે રાખવાની બન્ને પ્રેમાનધોએ યોજના બનાવી દીધી હતી. ભગવંતસીંગ આયોજનના ભાગરૂપે પોતાના વતનથી અંક્લેશ્વરમાં મમતાદેવી અને તેના પરીવાર સાથે તેઓના જ ઘરમાં રહેવા માટે આવી ગયો હતો. બન્ને ક્રિષ્ણાને રસ્તામાંથી હટાવવા યોગ્ય સમયની રાહ જોતા હતા અને ૨૩મી જાન્યુઆરીએ મોકો મળતા સાંજે કાકા ભગવંતસીંગ રસ્તામાં તેને મળી સાયકલ પર બેસાડી તેને ઉછાલી ગામ તરફ અવાવરૂ જગ્યામાં લઇ ગયો હતો. પાછળથી પકડી ગળું દબાવી હત્યા કરી ક્રિષ્ણાના કપડા કાઢી લઇ લાશને પાણીમાં ફેંકી દીધી હતી. પોલીસે બન્ને હત્યારાઓની ધરપકડ કરી લીધી છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.