નઇ તાલિમ માં પ્રખર હિમાયતી શ્રી જીજીભાઇ ચૌહાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન થયુ. - At This Time

નઇ તાલિમ માં પ્રખર હિમાયતી શ્રી જીજીભાઇ ચૌહાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન થયુ.


નઇ તાલિમ માં પ્રખર હિમાયતી શ્રી જીજીભાઇ ચૌહાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન થયુ.

ભાવનગર ના લોક સેવક ડૉ નિર્મળ ભાઈ ની સ્મૃતિ માં ૩૩ માં વર્ષે વૃદ્ધજન સન્માન સમારંભ યોજાયો...શિશુવિહાર પ્રાંગણ માં ૩૦૦ થી વધુ વડીલો ની ઉપસ્થિતી માં યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમ માં નઇ તાલિમ ના વિચાર ને લાખો વિધાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધાર ની પ્રવુતિ માં ૮૦ વર્ષ સુધી યોગદાન આપનાર તથા બાલમંદિર થી ઉચ્ચતર , માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ , કુમાર અને કન્યા છાત્રાલય, રમત ગમત , કલા અને વિજ્ઞાન ક્ષેત્રે બાળકો એ અનન્ય સફળતા હાંસલ કરી છે.ગૌશાળા સંચાલન , ગીર ગૌવંશ નું સંવર્ધન , જળ સંગ્રહ, કમ્પ્યુટર અને ટેકનિક શિક્ષણ, આરોગ્ય સેવા , ખાદી પ્રોત્સાઈ નઇ તાલીમ ના પ્રખર હિમાયતી લોક નિકેતન ટ્રસ્ટ બેલાના સ્થાપક , મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીજી ભાઈ ચૌહાણ નું ડૉ અરુણભાઈ દવે ના વરદ હસ્તે અભિવાદન થયું...તેમની કોઠા સૂઝ અને વહીવટી કુશળતાના પરિણામે સંસ્થા આજે વટવૃક્ષ બની છે..શિશુવિહાર સંસ્થા ધસાઈ ને ઉજળા થનાર ગુજરાત ના વરિષ્ઠ નાગરિક શ્રી જીજીભાઈ ચૌહાણ નું અભિવાદન કરતા ગૌરવ અનુભવે છે...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.