( વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લામાં ) " આયુષ્માન યોજનાના લાભાર્થીઓને પ્રિન્ટેડ પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણ સમારોહ યોજાયો " - At This Time

( વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લામાં ) ” આયુષ્માન યોજનાના લાભાર્થીઓને પ્રિન્ટેડ પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણ સમારોહ યોજાયો “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વડોદરારા જિલ્લાના ડભોઇ ખાતે આટૅસ એન્ડ સાયન્સ કોલેજનાં મેદાનમાં બપોરે ૨:૩૦ કલાકે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજય સરકારનાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ડભોઈ
- દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), કલેકટર એ.બી. ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલની હાજરીમાં PMJAY યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજર રહયાં હતાં.
વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તાલુકા કક્ષાએ લાભાર્થીઓને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુષ્માન યોજના (PMJAY) યોજના કાર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો.
રાજ્યમાં પી.એમ.જે.એ.વાય - માં યોજના અંતર્ગત એપ્રિલ - ૨૦૨૧ થી તા.૧૨ સપ્ટેમ્બર સુધી કુલ - ૫૦ લાખથી વધુ લાભાર્થીઓની નોધણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કુલ - ૬,૭૦,૨૪૪ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપાયા હતાં. તેમાંથી ગંગા સ્વરૂપા ૪૬,૯૬૩ બહેનોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં યોજના અંતર્ગત કુલ ૨,૮૪,૫૪૮ લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. ૪૪.૩૩ કરોડ તબીબી ખર્ચ લાભાર્થી વતી સરકાર દ્રારા એમ્પેનલ હોસ્પીટલોને ચુકવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં PMJAY - MA યોજના અંતર્ગત કુલ ૩૩ ખાનગી અને ૯૧ સરકારી હોસ્પિટલો જોડાયેલ છે. જેમાં યોજનાનાં લાભાર્થીઓને મફત સારવાર મળી રહી છે. આયુષ્યમાન ભારત પીએમજેએવાય - મા યોજના ગુજરાતનાં તમામ જનસમુદાયની આરોગ્યની સુખાકારી વધે અને તમામ નાગરિકો તદુરસ્ત રહે આપણું ગુજરાત સ્વસ્થ તંદુરસ્ત ગુજરાત બને તે માટે સામાન્યમાં સામાન્ય માનવીની ચિંતા રાજ્ય સરકાર કરે છે. તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વડાપ્રધાન દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાના લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો, મધ્યમ વર્ગના પરિવાર (વાર્ષિક આવક ૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ), ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝનો, SECC 2011નાં નિયત માપદંડ ધરાવતા પરિવારો તેમજ અન્ય કેટેગરી જેવા કે પત્રકારો, સાધુસંતો, કર્મયોગી, આશાબેનો વગેરે આ યોજનાનો લાભ મળે છે.
આ કાર્યક્રમ ડભોઈ ઉપરાંત, ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી એ.પી.એમ.સી.ડેસર,એ.પી.એમ.સી.શિનોર,પી.પી. શ્રોફ હાઈસ્કુલ, પાદરા, ભરતમુનિ નગરગૃહ, કરજણ ત્રિમંદિર વરણામા, એ.પી.એમ.સી વાઘોડિયા ખાતે ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ ખાતે આ કાર્યક્રમમા ડભોઈ તાલુકાનાં ૧૭૬૩૫ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી ડો. બી.જે.બ્રહભટ્ટ, મંત્રી ડો. મહેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપના પ્રમુખ ડો. સંદીપભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ, નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ, ચૂટાયેલ સભ્ય બીરેન શાહ સહિતનાં આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.