રાજકોટ મનપાએ વ્યવસાયવેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી, 1500 કરતા વધુ મિલકતો લિંકઅપ કરાઈ - At This Time

રાજકોટ મનપાએ વ્યવસાયવેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી, 1500 કરતા વધુ મિલકતો લિંકઅપ કરાઈ


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારનાં ટેક્સ વસૂલવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મિલકત અને પાણીવેરા માટે કડક કાર્યવાહી કરાતી હતી. જોકે, ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનપાએ વ્યવસાય વેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી છે. તેમજ 1500 કરતા વધુ મિલકતો પ્રોપર્ટીનાં નંબરની સાથે લિંકઅપ કરવામાં આવી છે. જેને પગલે કુલ 35 કરોડનાં ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 21.50 કરોડની વ્યવસાય વેરાની આવક થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.