મકરસંક્રાંતિની મજામાં ભંગ ન પડે એટલે રાજકોટ પોલીસનું આ જાહેરનામું
1 જાહેર માર્ગ/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવી નહીં.
2 ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહીં.
3 જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખવા પર પ્રતિબંધ.
4 કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાસના બંબુઓ, વાંસની પટ્ટીઓ, કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવીને શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી ન કરવી
5 ટેલીફોન કે ઈલેકટ્રીકના તારમાં ભરાયેલા પતંગ કે દોરી કાઢવા લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર(દોરી) નાખવા ઉપર પ્રતિબંધ.
6 કોઇપણ વ્યકિતઓ દ્રારા જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કે જાહેર રસ્તા ઉપર ગાયો / પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ
7 પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઇનીઝ પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઇનીઝ બનાવટના આયાતી દોરાના ખરીદ, વેચાણ, સંગ્રહ અને આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર. પ્રતિબંધ
8 ચાઇનીઝ લોન્ચર, તુક્કલ,લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના જથ્થાબંધ વેપાર,આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.