નવસારી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં વિવિધ છ જગ્યાએ યોગ સમર કેમ્પ............. ૧) મદૈસા હાઈસ્કૂલ નવસારી ૨) સરદાર પટેલ હાઈસ્કૂલ જલાલપોર ૩) વી એસ પટેલ કોલેજ બીલીમોરા ૪) એમ વી મિસ્ત્રી હાઈસ્કૂલ ગણદેવી ૫) જાગૃતિ વિધાલય રુમલા ચીખલી ૬) કેલયા વિધાલય વાંસદા - At This Time

નવસારી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં વિવિધ છ જગ્યાએ યોગ સમર કેમ્પ…………. ૧) મદૈસા હાઈસ્કૂલ નવસારી ૨) સરદાર પટેલ હાઈસ્કૂલ જલાલપોર ૩) વી એસ પટેલ કોલેજ બીલીમોરા ૪) એમ વી મિસ્ત્રી હાઈસ્કૂલ ગણદેવી ૫) જાગૃતિ વિધાલય રુમલા ચીખલી ૬) કેલયા વિધાલય વાંસદા


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં વિવિધ છ જગ્યાએ યોગ સમર કેમ્પનો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પ2024 નો પ્રારંભ ગુજરાતના તમામ જિલ્લાઓમાં200 જેટલા યોગ સમર કેમ્પ સાથે થઈ ચૂક્યો છે. ગાયત્રી તલાટી યોગ કોઓર્ડીનેટર નવસારી જિલ્લા

પૈકી નવસારીમાં વિવિધ છ સ્થળોએ આ યોગ કેમ્પ યોજાઇ રહ્યો છે.

૧) મદૈસા હાઈસ્કૂલ નવસારી

૨) સરદાર પટેલ હાઈસ્કૂલ જલાલપોર

૩) વી એસ પટેલ કોલેજ બીલીમોરા

૪) એમ વી મિસ્ત્રી હાઈસ્કૂલ ગણદેવી

૫) જાગૃતિ વિધાલય રુમલા ચીખલી

૬) કેલયા વિધાલય વાંસદા

કુલ = ૬૦૦ થી વધુ બાળકો એ આ નિ શુલ્ક યોગ સમર કેમ્પ માં ભાગ લીધો છે. યોગ સમર કેમ્પની વિશેષતાતા અને હેતુ છે કે દરેક બાળક પોતાના વેકેશનનો સમય ભારતીય સંસ્કૃતિને જાણી યોગ સંસ્કાર નું જ્ઞાન મેળવે. મેઘાવી અને યશસ્વી બને તંદુરસ્ત અને નીરોગી બને

આ દસ દિવસમાં બાળકો મોબાઇલથી દૂર રહી અને નૈસર્ગિક વાતાવરણ નો આનંદ માણીને પોતાના જીવનમાં યોગને ઉપયોગી બનાવે સાથે ભારતીય સંસ્કાર અને પરંપરાનું જ્ઞાન મેળવે એ હેતુથી વિવિધ સ્થળોએ યોગ બોર્ડ ના એક્સપર્ટ દ્વારા બાળકોને વિશેષ જ્ઞાન આપવામાં આવશે.

સાથે બાળકોને એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ નાસ્તો અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે આ સમગ્ર યોગ સમર કેમ્પ ની શુલ્ક રહેશે અને દરેક બાળકો આનો લાભ લઈ વેકેશનનો સદ ઉપયોગ કરી શકે એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી અને ખાસ ફરજ પર ના અધિકારી વેદી સાહેબ તમામ યોગ બોર્ડના મેમ્બરશ્રીઓ ઓફિશિયલ અને દ્વારા ખૂબ જ મહેનત કરી યોગનો અભ્યાસક્રમ તેમજ બાળકોને સમાજ ઉપયોગી

બનાવવાનો વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો છે.


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.