શેરીના શ્વાનો વધુ પડતાં ભસતા લોકો જાગી ગયા અને મહિલા તસ્કરો નજરે ચડી: પોલીસને સોંપાઈ
શ્વાન સૌથી વફાદાર પ્રાણી કહેવામાં આવે છે. શ્ર્વાન જે વિસ્તારમાં રહેતાં હોય તે વિસ્તારની સુરક્ષાની જવાબદારી પણ ઉપાડી લેતાં હોય છે.તેવો જ શ્વાનની વફાદારીનો બનાવ શહેરમાં બનવા પામ્યો હતો અને મોટી ચોરીનો બનાવ થતાં અટક્યો હતો.
સોજીત્રાનગર ટાંકા નજીક મોડીરાતના ત્રણ મહિલા ચોરીના ઈરાદે ઘુસી હતી. પરંતુ શેરીમાં સજાગ શ્ર્વાન ભસવા લાગતાં લોકો દોડી આવતાં એક મહિલાને પકડી પાડી હતી. જ્યારે બે મહિલા નાસી છૂટી હતી. જેમને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે મોડી રાતના સમયે સોજીત્રાનગર ટાંકા નજીક શ્વાન જોર-જોરથી ભસવા લાગતાં શેરીમાં રહેતાં લોકો ઘર બહાર નીકળ્યાં હતાં અને પાણીના ટાંકા નજીક દોડી આવ્યા હતાં. જ્યાં તપાસ કરતાં એક બાંધકામ સાઇટ નજીક ત્રણ મહિલા છુપાયેલ હોવાનું જોવા મળતાં લોકો ત્યાં દોડી જતાં બે મહિલા નાસી છૂટી હતી અને એક મહિલા ત્યાંથી પકડાઈ ગઈ હતી. જેમની લોકોએ પકડી પૂછતાછ કરતાં તેઓ ચોરીના ઈરાદે વિસ્તારમાં આવી હોવાનું જણાવતાં પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મહિલાને પકડી અન્ય બે મહિલાઓને પણ ગણતરીની કલાકોમાં પકડી પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.