બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને “સંચારી રોગ અટકાયતી પગલાની” સંકલન સમિતિની બેઠક યોજાઇ - At This Time

બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને “સંચારી રોગ અટકાયતી પગલાની” સંકલન સમિતિની બેઠક યોજાઇ


બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને “સંચારી રોગ અટકાયતી પગલાની” સંકલન સમિતિની બેઠક યોજાઇ

બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગઇકાલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સંચારી રોગ અટકાયતી પગલાની” સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ, નગરપાલિકા, એનિમલ હસબન્ડરીના સંકલનથી વાહકજન્ય, પાણીજન્ય, ઝુનોસીસ ડે ઉજવણી અંતર્ગત કલેક્ટરશ્રીએ સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લામાં ફિવર ક્લિનીક શરૂ કરવા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના શંકાસ્પદ કેસોની લેબોરેટરી ખાતે નિદાન કરાવવા તથા પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને ક્લોરીનેશન કરાવવા તથા ANC, PNC અને નાના બાળકોમાં મેલેરિયાનું નિદાન થાય તથા શાળામાં શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં રહી આરોગ્યલક્ષી કામગીરી કરાવડાવી વાહકજન્ય તથા પાણીજન્ય રોગ અટકાવવા પર વિશેષ ભાર મુક્યો હતો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ.કનોરીયાએ ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં રોગચાળા અટકાયતી પગલાં માટે આરોગ્ય વિભાગ દ્વારા VCT (વેક્ટર કંટ્રોલ ટીમ) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો દ્વારા હોમ ટુ હોમ સર્વેલન્સ કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવા એબેટ- BTIની કામગીરી તથા સ્થાનિક સંસ્થા (PRI) સાથે સંકલનમાં રહી સ્વચ્છતા તથા પાણીના ક્લોરીનેશન જેવી કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોતાના વિસ્તારમાં આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી ન હોય તો જિલ્લાકક્ષાના કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૪૯ – ૨૭૧૩૭૮ પર જાહેર જનતાને જાણ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સહિત સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.