મોડાસા છાસવાલાના મઠા માંથી મૃત મચ્છર મળ્યો મઠો ખાઈ બિમાર પડો તો નવાઈ નહીં. - At This Time

મોડાસા છાસવાલાના મઠા માંથી મૃત મચ્છર મળ્યો મઠો ખાઈ બિમાર પડો તો નવાઈ નહીં.


મોડાસાના રહેવાસી મિનેશભાઈ એ મંગળવારની રાત્રે 500 ગ્રામ મઠાનુ પેકિંગ ખરીદ્યા બાદ ઘરેં પહોંચી જમવા માટે પેકીંગ ખોલ્યું ત્યારે મઠા માં મચ્છર જણાઈ આવ્યો હતો ત્યારે મિનેશભાઈ તેમજ પરિવાર મઠામાં મચ્છર જોઈ ચોંકી ગયો અને તરતજ મઠા નુ પેકિંગ લઈ માલપુર રોડ પર આવેલા છાસવાલે નામના આઉટલેટ પર પહોંચ્યા હતા.જ્યાં ફરજ પરના કર્મચારી કિશનભાઈએ ગ્રાહકને મઠા નુ પેકીંગ પરત લઈ રિફંડ આપવાની વાત કરી હતી.
જાગૃત ગ્રાહકે રિફંડ લેવાની ના પાડી દઈ જન હિતમાં અને આઉટલેટની બેદરકારી નો અન્ય કોઈ ગ્રાહક ભોગ બને નહીં તે માટે સરકારી તંત્ર સમક્ષ સમગ્ર મુદ્દો મૂકી જન આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

સમગ્ર મામલે ગ્રાહકના પરિવારજને મોડાસા નગરપાલિકાના સેનેટરી ચેરમેન તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક રજુઆત પણ કરી છે ત્યારે જોવું એ રહયું કે શું તંત્ર કડક કાર્યવાહી કરશે???
દિવસે દિવસે સતત ગરમી વધી રહી છે આવા દિવસોમાં લોકો ઠંડક મેળવવા ઠંડા પદાર્થો ખાશે ત્યારે આવું બિન આરોગ્યપ્રદ ખાવાથી રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image