રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે. - At This Time

રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.


નેત્રંગ પોલીસ સ્ટેશનમા પીઆઇ,
જ્યારે થવા આઉટ પોસ્ટ ખાતે પીએસઆઇ મુકાશે.

રાજય સરકાર થકી પોલીસ વિભાગમા છેલ્લા કેટલાક વર્ષ થી કેટલીક જગ્યાઓ ખાલી હતી.જેને લઇ ને નવી સેવા ૨૦૨૪-૨૫ (SHODH ) યોજના અમલમાં મુકી વિવિધ સંવગઁની કુલ ૮૭૪ નવી હંગામી જગ્યાઓ ની ફાળવણી કરવામા આવતા બીન હથિયારી આસીસ્ટન સબ ઇન્સ્પેકટર ૨૮૦ તેમજ હથિયારી આસીસ્ટન સબ ઇન્સ્પેકટર ૯૪, પોલીસ સબ ઇન્સ્પેકટર ૩૦૦ અને પોલીસ ઇન્સ્પેકટરની ૨૦૦ જગ્યા મળી કુલ્લે ૮૭૪ જેટલા નવા ઓર્ડર ઇસ્યુ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ( વહીવટ ) ગુજરાત રાજ્ય ગાંધીનગર થી તા.૨૪મી ના રોજ હુકમ જારી કરાતા.
ભરૂચ જીલ્લા પોલીસ વિભાગમા પોલીસ ઇન્સ્પેક્ટર ૭ જગ્યા ફાળવામા આવી છે.જેમા પાનોલી,રાજપારડી,ઉમલ્લા,આમોદ,નબીપુર,વેડચ,વાગરા,અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમા હવેથી પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળશે.
જ્યારે બિન હથયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ની ૬ જગ્યાઓ ફાળવામા આવી છે.જેમા ટંકારી,કોરા,મોટવાણ,પાણેથા,ધારોલી અને અંદાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનોમા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરો ચાજઁ સંભાળશે.
જ્યારે ૧૦ પોલીસ સબ ઇન્સ્પેકટર ની ફાળવણી કરવામા આવી છે. તેમાંથી એક પોલીસ સબ ઇન્સ્પેકટર નેત્રંગ પોલીસ સ્ટેશનની થવા આઉટ પોસ્ટ પોલીસ ખાતે ચાજઁ સંભાળશે. જેને લઇ ને આગામી દિવસોમા નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ ઇન્સ્પેક્ટર,બે પોલીસ સબ ઇન્સ્પેકટર ૭૮ ગામનો કાયઁભાર સંભાળશે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.