વિસાવદર શ્રી શ્યામ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ પૂર્ણ - At This Time

વિસાવદર શ્રી શ્યામ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ પૂર્ણ


વિસાવદર શ્રી શ્યામ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ પૂર્ણ
વિસાવદર કડિયા સમાજના શ્રી શ્યામ મહિલા મંડળ દ્વારા ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને સન્માન સમારોહ નું શરૂઆત પ્રથમ રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય કરતા મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન વાઘેલા કંચનબેન કાચા રેખાબેન સી ચૌહાણ ભારતીબેન બી ચોટલીયા પ્રફુલાબેન સી જાદવ કિરણબેન વાઘેલા ભાવિકાબેન ચોટલીયા નીતાબેન વાઘેલા વૈશાલીબેન પરમાર તથા અમરેલી મહિલા મંડળના પ્રમુખ ત્રીવેણી બેન જેઠવા શોભનાબેન ટાંક તેમજ એન સી પરમાર ગર્લ્સ સ્કુલના પ્રિન્સિપલ કંચનબેન કાચા એ પોતાના મનનીય એ પ્રવચનમાં કહ્યું હતું હાલના શિક્ષણ અને આપણા સૌના જીવનનું શ્રેષ્ઠ કાર્ય છે અને તે તેના માધ્યમથી જ તમે તમારા જીવનના ધ્યેય સિદ્ધ કરી શકો છો અમરેલી થી પધારેલ શ્રીમતી ત્રિવેણીબેન જેઠવા એ પોતાના વિચારો રજૂ કરેલ હતાં અને કહ્યું હતું કે આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન થયું છે એ આ સમયની માંગ પ્રમાણે દીકરા અને દીકરીઓને સન્માન થકી જ તેમના જીવનના છે તેમજ ખીલવાની શ્રેષ્ઠ તક છે અને આ તકે નક્કી જ આપણા સમાજને નવો રાહ મળશે વિસાવદરના નિવૃત્ત ઇન્કમટેક્સ અધિકારી શ્રી સી વી ચૌહાણ પોતાના માનનીય પ્રવચનમાં કહ્યું હતું કે સમાજના કોઈપણ દિશા સૂચક કાર્ય થવા જોઈએ અને તેમાં અમારો આર્થિક સહયોગ રહેશે સાથે સાથે શિક્ષણ અને સંસ્કારનું જતન અને કેળવણી શીખ આપી હતી તેમજ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને સીલ્ડ તેમજ શિક્ષણ ઉપયોગી ફીટ આપવામાં આવી હતી તેમજ કડિયા સમાજના શ્રી ધીરુભાઈ ચોટલીયા રમણીકભાઈ વાઘેલા ભરતભાઈ વાઘેલા કૈલાશભાઈ વાઘેલા રાજુભાઈ ચૌહાણ અરવિંદભાઈ રાઠોડ ચંદુભાઈ જાદવ જનકભાઈ ચૌહાણ મુકેશભાઈ ટાકા તેમજ વિશાળ સંખ્યામાં બહેનો પણ હાજર રહેલ હતા તેમ મહિલા મંડળના કન્વીનર શ્રી ભરતભાઈ ચોટલીયા ની યાદીમાં જણાવે છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.