માર્ગ અને મકાન તંત્ર દ્વારા બોટાદના છૈડા અને પાળીયાદ સહિતના ગામોમાં રોડ રસ્તાની મરામતની કામગીરી - At This Time

માર્ગ અને મકાન તંત્ર દ્વારા બોટાદના છૈડા અને પાળીયાદ સહિતના ગામોમાં રોડ રસ્તાની મરામતની કામગીરી


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા ગ્રામીણ માર્ગોમા થયેલી ક્ષતિને દૂર કરવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તાઓ પર પડેલા ખાડાઓ કે જર્જરીત થયેલા રોડની સમારકામ કરવાની કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લાના છૈડા, પાળીયાદ અને બોટાદ રોડ સહિતના રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડામર પેચવર્ક તેમજ ખાડાઓને પૂરીને રોડ પુનઃ કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image