ભારે વરસાદની પરિસ્થિતીમાં પહોંચી વળવા અરવલ્લી વહીવટી તંત્ર સતત કાર્યરત.
અરવલ્લી જિલ્લામાં મોડાસામાં પહાડપુર રોસ પાસે મુખ્ય માર્ગ પર વડનું ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર.
હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીમાં મોડાસાના પહાડપુર રોડ પાસે મુખ્ય માર્ગ ઉપર વડનું ઝાડ પડવાની ઘટના બની હતી.
આ ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને તેમની ટીમો દ્વારા JCB ની મદદથી ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.