રાજકોટના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ૨૪મી જુલાઈએ બેઠક
રાજકોટ તા. ૧૮ જુલાઈ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટ શહેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સુંદર અને સુવ્યવસ્થિત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય તે માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિના અધ્યક્ષસ્થાને તા.૨૪મી જુલાઈના રોજ સવારે ૧૧.૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓને ઉપસ્થિત રહેવા લોકમેળા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા પૂરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.